ચંદ્રાસણની હીરાબેન સેનમાં 20 વર્ષથી પર્સ-પાકીટ બનાવટથી મહિલાઓને બનાવે છે આત્મનિર્ભર
મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ચંદ્રાસણ ગામની હીરાબેન સેનમાં છેલ્લા અંદાજે 20 વર્ષથી હસ્તકલા આધારિત પર્સ અને પાકીટ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલી છે. તેમની મહેનત અને લગનના બળે આજે ગામની લગભગ 15 જેટલી મહિલાઓ સાથે મળીને વિવિધ પ્રકારના પ
ચંદ્રાસણની હીરાબેન સેનમાં 20 વર્ષથી પર્સ-પાકીટ બનાવટથી મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે


ચંદ્રાસણની હીરાબેન સેનમાં 20 વર્ષથી પર્સ-પાકીટ બનાવટથી મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે


મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ચંદ્રાસણ ગામની હીરાબેન સેનમાં છેલ્લા અંદાજે 20 વર્ષથી હસ્તકલા આધારિત પર્સ અને પાકીટ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલી છે. તેમની મહેનત અને લગનના બળે આજે ગામની લગભગ 15 જેટલી મહિલાઓ સાથે મળીને વિવિધ પ્રકારના પર્સ, પાકીટ અને બેગ બનાવી રહી છે. આ પ્રવૃત્તિ દ્વારા મહિલાઓને ઘરકામ સાથે વધારાની આવક પણ મળી રહી છે.

હીરાબેન જણાવે છે કે શરૂઆતમાં તેમણે આ વ્યવસાય નાનકડા સ્તરે શરૂ કર્યો હતો, પરંતુ ધીમે ધીમે કામમાં કુશળતા વધતા અને બજારમાં માંગ વધતા આજે તે એક નાનકડા સમૂહના રૂપમાં વિકસ્યો છે. પર્સ, પાકીટ, બેગ, મોબાઈલ કવર અને પાણીની બોટલના કવર જેવી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. આ માટેનો કાચો માલ અમદાવાદમાંથી મંગાવવામાં આવે છે અને મહિલાઓ ઘરે બેઠા જ તેની બનાવટ કરે છે.

હીરાબેન અને તેમની ટીમ સ્થાનિક બજાર ઉપરાંત સરકારી મેળા અને પ્રદર્શનોમાં પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે. સુરત, વાપી અને વલસાડ જેવા શહેરોમાં તેઓ સ્ટોલ લગાવી ચૂક્યા છે. મોટા મેળામાં 10 દિવસમાં લગભગ 1 લાખ રૂપિયા સુધીનું વેચાણ થતું હોવાનું હીરાબેન જણાવે છે.

આ વ્યવસાયમાંથી વર્ષ દરમિયાન અંદાજે 5 થી 6 લાખ રૂપિયા સુધીની આવક થાય છે. જેના કારણે હીરાબેન અને તેમની સાથેની મહિલાઓ આર્થિક રીતે વધુ સશક્ત બની રહી છે અને ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande