મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડાની આવકમાં વધારો, ઊંચો ભાવ 1321 બોલાયો
મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) : મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને રાયડો, એરંડા, ગવાર અને અજમાની આવક જોવા મળી હતી. ઉત્તર ગુજરાતમાં રાયડાની કાપણીનો સમય હોવાથી માર્કેટયાર્ડમાં તેની આવક સતત વધી રહી છે. આજે માર્કેટ
મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડાની આવકમાં વધારો, ઊંચો ભાવ 1321 બોલાયો


મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) : મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને રાયડો, એરંડા, ગવાર અને અજમાની આવક જોવા મળી હતી. ઉત્તર ગુજરાતમાં રાયડાની કાપણીનો સમય હોવાથી માર્કેટયાર્ડમાં તેની આવક સતત વધી રહી છે. આજે માર્કેટયાર્ડમાં રાયડાની કુલ 860 બોરી આવક નોંધાઈ હતી. રાયડાના ઊંચા ભાવ 1321 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. આવકમાં વધારો થતા ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હોવા છતાં ગયા અઠવાડિયા કરતાં અંદાજે 40 રૂપિયાનો વધારો નોંધાયો હોવાનું વેપારીઓએ જણાવ્યું.

એરંડાની પણ સારી આવક જોવા મળી હતી. આજે માર્કેટયાર્ડમાં એરંડાની કુલ 859 બોરી આવક નોંધાઈ હતી. એરંડાના ઊંચા ભાવ 1286 રૂપિયા પ્રતિ 20 kg અને નીચા ભાવ 1247 રૂપિયા પ્રતિ 20 kg રહ્યા હતા. ગઈકાલની સરખામણીમાં એરંડાના ભાવમાં અંદાજે 10 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

ગવારની 6 બોરી આવક નોંધાઈ હતી અને તેનો ભાવ 980 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. અજમાની 4 બોરી આવક નોંધાઈ હતી, જેમાં ઊંચો ભાવ 1790 રૂપિયા પ્રતિ 20 kg અને નીચો ભાવ 701 રૂપિયા પ્રતિ 20 kg રહ્યો હતો. ગુણવત્તા પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ઘઉં, બાજરી, અડદ, તલ અને મેથી જેવી અન્ય કૃષિ જણસોની પણ આવક થઈ હતી. સવારે જ ખેડૂતો મોટી સંખ્યામાં આવક લઈને પહોંચતા યાર્ડમાં દિવસભર ખરીદી-વેચાણની ચહલપહલ જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande