રાણાકંડોરણા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 1100 થી વધુ અરજીઓનો કરાયો નિકાલ.
પોરબંદર, 11 માર્ચ (હિ.સ.)રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચે તે હેતુથી પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામ ખાતે ''સેવા સેતુ'' કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામ અ
રાણાકંડોરણા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 1100 થી વધુ અરજીઓનો કરાયો નિકાલ.


પોરબંદર, 11 માર્ચ (હિ.સ.)રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચે તે હેતુથી પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામ ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામ અને આસપાસના વિસ્તારના અનેક લોકોએ હાજર રહી વિવિધ સરકારીની વિવિધ સેવાઓ અને યોજનાકીય લાભો મેળવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન રાણાકંડોરણાના રહેવાસી રાજેશ બોરખતરિયાને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેમને PMJAY (આયુષ્માન ભારત) કાર્ડ કઢાવવાનું હતું. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પે સેન્ટર કુમાર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમને ખૂબ જ ટૂંકા સમયમાં કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું.

વધુમાં લાભાર્થીએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે આ કામ માટે અમારે રાણાવાવ અથવા પોરબંદર સુધી લાંબુ થવું પડતું હતું, પરંતુ સરકારના આ અભિગમને કારણે ઘરઆંગણે જ આ સુવિધા મળી ગઈ છે. આથી અમારો સમય અને ભાડા-ખર્ચ બંને બચ્યા છે. તેમણે સરકાર અને સ્થાનિક વહીવટી સ્ટાફની કામગીરીની બદલ પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો.

સેવા સેતુ કાર્યક્રમમાં PMJAY કાર્ડ ઉપરાંત આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી તેમજ અન્ય સરકારી યોજનાઓના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. અને 1100 થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ લાવી લોકકલ્યાણના કાર્યોને વેગ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande