જૂનાગઢ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળો યોજાયો
- ૮૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ જૂનાગઢ, 11 માર્ચ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા રોજગારદાતાઓ અને નોકરીની શોધમાં રહેલા યુવાનો વચ્ચે સેતુ સ્થાપિત કરવાના ઉમદા હેતુથી જૂનાગઢ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ
જૂનાગઢ ખાતે જિલ્લા રોજગાર વિનિમય


- ૮૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ

જૂનાગઢ, 11 માર્ચ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા રોજગારદાતાઓ અને નોકરીની શોધમાં રહેલા યુવાનો વચ્ચે સેતુ સ્થાપિત કરવાના ઉમદા હેતુથી જૂનાગઢ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બિલખા રોડ પર આવેલી જે.જે.સી.ઇ. ટ્રસ્ટ સંચાલિત કોમર્સ એન્ડ બીબીએ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા આ મેળામાં જિલ્લાના અનેક ઉત્સાહી ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી લાયકાત ધરાવતા ૮૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અંદાજે ૪૫૦૦થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જે પૈકી હાજર રહેલા ૯૫ ઉમેદવારો માટે વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને કૌશલ્યના આધારે ૮૨ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરી આગામી રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ભરતીમેળામાં જૂનાગઢ જ્વેલરી પ્રા.લી., રિલાયન્સ નિપ્પોન લાઈફ ઇન્સ્યુરન્સ, વિનય ઇન્ડસ્ટ્રીઝ, સાવન ઓટોટ્રેડ, એચ.ડી.એફ.સી. લાઈફ ઇન્સ્યુરન્સ, ભારતી એક્સા લાઈફ ઇન્સ્યુરન્સ, સુપરનોબલ ઓટોમોબાઇલ, ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને બિલિવ્યુ સરોવર પ્રિમિયર જેવી જાણીતી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નોકરીદાતાઓએ યુવાનોને પોતાની સંસ્થા સાથે જોડાઈ ઉજ્જવળ કારકિર્દી બનાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી ડી.એ. પરમાર, કોલેજના પ્રિન્સિપાલ ત્રાડા તથા પ્લેસમેન્ટ ઓફિસર ઓડેડરાએ ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા રોજગારવાચ્છુઓને કારકિર્દીના ઘડતર માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સ્પર્ધાત્મક યુગમાં કૌશલ્ય વર્ધનનું મહત્વ સમજાવ્યું હતું.

--------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande