જામનગરના હરિપર ગામે 13 માર્ચ અને મોટા ખડબા ગામે 18 માર્ચના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
જામનગર, 11 માર્ચ (હિ.સ.) : રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિકે/નજીકના અંતરે ઝડપથી થઇ શકે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામે પટેલસમાજ ખાતે તા.
સેવાસેતુ


જામનગર, 11 માર્ચ (હિ.સ.) :

રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિકે/નજીકના અંતરે ઝડપથી થઇ શકે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામે પટેલસમાજ ખાતે તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમીયાન સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. જેનો હરીપર, સેવક ધૂણીયા, સેવક ભટીયા, આરીખાણા, પીપરટોડા, મુરીલા, મેમાણા, નવી વેરાવળ, ખડખંભાળીયા, મોટા પાંચસરા, વડપાંચસરા, ગલ્લા, ખેંગારપર, નવા ધૂણીયા, વેરાવળ મોટી, રામપર આમ ૧૬ ગામના લોકો લાભ લઇ શકશે.

ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે તા.૧૮/૦૩/૨૦૨૬ના રોજ પ્રાથમિક શાળા ખાતે સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન સેવાસેતુનું આયોજન કરવામાં આવશે. જેમાં આજુબાજુના ૨૨ ગામડાઓ મોટા ખડબા, માધુપુર, નાંદુરી, રીંજપર, બાબરીયા, ચોરબેડી, બાઘલા, સાજડીયારી, વાવડી, વિજયપુર, ખડબા નાના, મોટા ભરૂડીયા, રક્કા, ખટીયા, ગોદાવરી, ટેભડા, લાલપુર, ધરમપુર, સણોસરી, સણોસરા, ભણગોર, કાઠીતડના લોકો લાભ લઇ શકશે.

કાર્યક્રમમાં વ્યક્તિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ સ્થળ ઉપર લાવવામાં આવશે. જેમાં સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ રજુઆત અને પુરાવા સાથે અરજી મેળવવામાં આવશે. ૧૧:૦૦ થી ૦૨:૦૦ જરૂરિયાત મુજબ વેરીફિકેશન, સ્થળ તપાસ તથા બપોરે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન આવેલ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, આરોગ્ય વિભાગને લગત કામગીરી, નવા વિજ જોડાણ, પશુ સારવાર, બેંકિગ ક્ષેત્રને લગત કામગીરી, એસ.ટી.બસના પાસ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ યોજના, શ્રમ અને રોજગાર વિભાગ તેમજ અન્ય વિભાગોને લગત કામગીરી કરવામાં આવશે. અરજદારઓને સમય મર્યાદામાં સેવાસેતુના સ્થળે હાજર રહી લાભ લેવા લાલપુર મામલતદારની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande