બોટાદમાં વધતી મોંઘવારીના વિરોધમાં યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રદર્શન.
બોટાદ, 11 માર્ચ (હિ.સ.)બોટાદ ખાતે દિનદયાળ ચોક ખાતે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ તથા બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના વિરોધમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓના વધતા ભાવને કારણે સામાન્ય જનતા પર પડતા ભાર
વિરોધ


બોટાદ, 11 માર્ચ (હિ.સ.)બોટાદ ખાતે દિનદયાળ ચોક ખાતે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ તથા બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના વિરોધમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓના વધતા ભાવને કારણે સામાન્ય જનતા પર પડતા ભાર સામે કાર્યકરોએ સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને “મોંઘવારી દૂર કરો, જનતાને રાહત આપો”, “જનતા પરનો ભાર ઓછો કરો” જેવા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોના કહેવા મુજબ પેટ્રોલ-ડીઝલ, રસોઈ ગેસ, દાળ, તેલ અને શાકભાજી સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બન્યું છે.કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોંઘવારી નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે સામાન્ય લોકો પર આર્થિક બોજો સતત વધતો જઈ રહ્યો છે. મોંઘવારી ઘટાડવા માટે સરકાર તાત્કાલિક અસરકારક નીતિ અપનાવે અને સામાન્ય જનતાને રાહત આપે તેવી માંગ કરવામાં આવી હતી.પ્રદર્શન દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે તહેનાત રહી હતી જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. કાર્યકરોએ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને સરકાર સામે મોંઘવારી મુદ્દે કડક પગલાં લેવા અપીલ કરી હતી.આ પ્રદર્શન દ્વારા બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને કોંગ્રેસે સરકારને ચેતવણી આપી હતી કે જો મોંઘવારીનો પ્રશ્ન ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યું હતું કે સામાન્ય લોકોના હિત માટે તેઓ સતત લડત આપતા રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande