

પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : પોરબંદર તાલુકાના પારાવાડા ગામ ખાતે બે દિવસથી ગુમ થયેલ રાહુલ નવલસિંહ નામના યુવાનનો મૃતદેહ પારાવાડા ગામ નજીક આવેલ ચેકડેમમાં પડ્યો હોવાની જાણ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગને કરવામાં આવી હતી. જાણ થતા મંગળવારના રોજ બપોરે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની 6 સભ્યોની ટીમે ચેકડેમ માંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોપ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવાન મધ્યપ્રદેશ રાજ્યનો વતની હોવાનું તેમજ તે અહીં ખેતી મજૂરીના કામ માટે આવેલ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને લઇ બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya