પોરબંદરમાં ઘરેલુ ગેસનો જથ્થો પૂરતો હોવાનો દાવો
પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત કેબિનેટની બેઠકમાં ઘરેલું ગેસ (PNG/LPG) પુરવઠા મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ગેસ વિતરણ ખોરવાય નહીં તે માટે સઘન આયોજન અને કેન્દ્રની માર્ગદર્શિકાના પાલન
પોરબંદરમાં ઘરેલુ ગેસનો જથ્થો પૂરતો હોવાનો દાવો


પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત કેબિનેટની બેઠકમાં ઘરેલું ગેસ (PNG/LPG) પુરવઠા મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ગેસ વિતરણ ખોરવાય નહીં તે માટે સઘન આયોજન અને કેન્દ્રની માર્ગદર્શિકાના પાલન સાથે ગેસ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર પુરવઠા શાખા જણાવ્યા મુજબ પોરબંદર હાલ એવી ગંભીર સ્થિતિ નથી પુરતો ગેસનો સ્ટોક ઉપલબ્ધ છે. ઈરાન યુદ્ધ બાદ વૈશ્વિક LPG પુરવઠા સંકટ બાદ સરકારે ઘરેલુ કુદરતી ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કટોકટીની જોગવાઈઓ હેઠળ ESMA લાગુ કર્યો છે.

ઈરાન-ઈઝરાયલ (યુએસ) સંઘર્ષ દરમિયાન ઘરેલુ ગેસ પુરવઠો ખોરવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે સરકાર કામ કરી રહી છે.આ પ્રયાસના ભાગ રૂપે સરકારે પ્રાથમિકતા ક્ષેત્રોના આધારે કુદરતી ગેસ પુરવઠાની ફાળવણી કરવાનો આદેશ આપ્યો છે, જેથી ઘરેલુ અને આવશ્યક ક્ષેત્રોને પૂરતો પુરવઠો સુનિશ્ચિત થાય અને કટોકટીની અસર ઓછી થાય. કેન્દ્ર સરકારે 2026 માં કુદરતી ગેસ (સપ્લાઈ રેગુલેશન) આદેશ જારી કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ઘરેલુ કુદરતી ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાનો અને પ્રાથમિકતા ક્ષેત્રમાં પૂરતું વિતરણ જાળવવાનો છે. આ આદેશ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande