જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકાઓમાં તા.૧૩મી માર્ચે મિલેટ મેળો-૨૦૨૬ યોજાશે
જુનાગઢ 11 માર્ચ (હિ.સ.)જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકાઓમાં તા.૧૩મી માર્ચ ૨૦૨૬ના રોજ મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના મિલેટ મેળો-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આસામના
જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકાઓમાં તા.૧૩મી માર્ચે મિલેટ મેળો-૨૦૨૬ યોજાશે


જુનાગઢ 11 માર્ચ (હિ.સ.)જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકાઓમાં તા.૧૩મી માર્ચ ૨૦૨૬ના રોજ મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના મિલેટ મેળો-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આસામના ગુવાહાટી ખાતેથી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફત જમા કરાવશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

જિલ્લામાં ભેસાણ તાલુકાનો મિલેટ મેળો કથિરીયા સમાજ વાડી-છોડવડી, તેવી જ રીતે કેશોદનો કાર્યક્રમ પેથલજી ચાવડા આહીર સમાજ, જૂનાગઢનો પટેલ સમાજ વાડી-વડાલ, માણાવદરનો કાર્યક્રમ સોરઠીયા આહીર સમાજ ખાતે યોજાશે.

આ ઉપરાંત માળિયા તાલુકામાં રામ પ્રાકૃતિક ફાર્મ-ગળોદર, મેંદરડા તાલુકાનો કાર્યક્રમ પટેલ સમાજ-ગઢાળી, માંગરોળમાં લેઉવા પટેલ સમાજ-દિવરાણા, વંથલીમાં પટેલ સમાજ-થાણાપીપળી અને વિસાવદર તાલુકામાં પટેલ સમાજ-સુખપુર ખાતે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તમામ ૯ સ્થળોએ ૧૩મી માર્ચના રોજ એકસાથે મેળાનું આયોજન થશે, જ્યાં ખેડૂતોને અન્ન (મિલેટ) ના વાવેતર અને તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે જ વડાપ્રધાન દ્વારા રિલીઝ કરવામાં આવનાર કિસાન સન્માન નિધિના ૨૨માં હપ્તાના કાર્યક્રમમાં જોડાવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande