જામનગરમાં કારમાંથી ઈંગ્લીશ દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
જામનગર, 11 માર્ચ (હિ.સ.) : જામનગરમાંથી વધુ એક વખત દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે રણજીતનગર નેવલ પાર્ક પાસેથી કારમાં થતી દારુની હેરાફેરીનો પર્દાફાશ કરી એક શખ્સને દબોચી લીધો હતો. જ્યારે એકની સંડોવણી સામે આવતા તેને ફરારી જાહેર કરાયો છે. જામનગર સીટી સ
ધરપકડ


જામનગર, 11 માર્ચ (હિ.સ.) : જામનગરમાંથી વધુ એક વખત દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે રણજીતનગર નેવલ પાર્ક પાસેથી કારમાં થતી દારુની હેરાફેરીનો પર્દાફાશ કરી એક શખ્સને દબોચી લીધો હતો. જ્યારે એકની સંડોવણી સામે આવતા તેને ફરારી જાહેર કરાયો છે.

જામનગર સીટી સી-ડીવીઝન પોલીસે શહેરના રણજીતનગર નેવલ પાર્ક પાસે બ્લોક નં-જી.3 સામે દરોડો પાડી આરોપી કપીલ રાજુભાઇ ધનવાણી (ઉવ-31 રહે. દિ-પ્લોટ-61 જોલી બંગલો બંશી ડેરીનીબાજુમાં જામનગર) ને ક્રેટા કાર જી.જે.05.જે.એન.8899 માં દારૂની હેરાફેરી કરતો પકડી પાડ્યો હતો.

કારની તલાસી લેતા રૂૂ. 56000 ની કિંમતની 112 બોટલ દારૂ, 9200 ની કિંમતના 46 ચપટા અને 15840 રૂપિયાની કિંમતના 72 ટીન બીયર નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર રૂ.3,00,000 સહિત કિ.રૂ.3,81,040 ના મુદામાલ સાથે કપીલને દબોચી લીધો હતો. જ્યારે તપાસમાં મનીષ ઉર્ફે મનીયો પલી દામા (રહે.નંદનવન રણજીતસાગર રોડ જામનગર) ની સંડોવણી સામે આવતા તને ફરારી જાહેર કરાયો છે.

આ ઉપરાંત જામનગરના છેવાડે ગુલાબનગર, આહિર સમાજની વાડી પાસે રહેતો પારસ સુભાષભાઈ માજુસા નામનો શખ્સ સ્કોડા શો રૂૂમ પાસેથી પસાર થતો હોય આ વેળાએ તેને અટકાવી પંચકોષી એ ડિવિઝન પોલીસે તલાસી લેતા અને ઇંગ્લિશ દારૂૂની 3 નાની બાટલી મળી આવતા પકડી પાડી રૂૂ. 450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત જામનગરના ધુવાવ હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા ફિરોજ ઉર્ફે મુન્નો જુમાભાઇ બાબવાણી નામના શખ્સને પણ પંચકોષી એ ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂૂની 2 નાની બાટલી સાથે ઝડપી લઇ રૂૂ. 500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande