વડોદરા જિલ્લાના 1.66 લાખ ખેડૂતોને 22માં હપ્તા રૂપે રૂપિયા 34.24 કરોડની સહાય ચુકવાશે
વડોદરા,12 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા “પ્રધાન મંત્રી કિસાન સન્માન નીધી યોજના” 1 ફેબ્રુઆરી 2019 થી અમલમાં મૂકવામાં આવી હતી. જેના ભાગરૂપે ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપીયા 6000 ત્રણ હપ્
વડોદરા જિલ્લાના 1.66 લાખ ખેડૂતોને 22માં હપ્તા રૂપે રૂપિયા 34.24 કરોડની સહાય ચુકવાશે


વડોદરા,12 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા “પ્રધાન મંત્રી કિસાન સન્માન નીધી યોજના” 1 ફેબ્રુઆરી 2019 થી અમલમાં મૂકવામાં આવી હતી. જેના ભાગરૂપે ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપીયા 6000 ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં 21 હપ્તા ચૂકવી દેવામાં આવ્યા છે. આજે 13 માર્ચના રોજ 22મો હપ્તો રીલીઝ કરવા માટે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ” રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ

ગુવાહાટી, આસામ ખાતે તેમજ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાખવામા આવેલ છે.

જે અંતર્ગત વડોદરા જિલ્લાકક્ષાના કાર્યક્રમનુ આયોજન પંડીત દીન દયાલ ઉપાધ્યાય નગર ગૃહ, આજવા રોડ, વડોદરા ખાતે સમય બપોરે 4 કલાકે કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા જિલ્લાના 1.66 લાખ ખેડૂત કુટુંબોને ૨૨માં હપ્તાના રૂપીયા 34.24 કરોડની સહાયની ચુકવણી કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી મહીડા સહિત વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવનાર છે. જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવશે.

આ કાર્યક્રમોમાં અંદાજીત 1000 ખેડૂતો ઉપસ્થિત રહેશે. સાથે સાથે 15 જેટલા વિવિધ પ્રદર્શન સ્ટોલોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમની સમાંતરે દરેક તાલુકાઓમાં તાલુકાકક્ષાના અને તમામ ગ્રામપંચાયતોમાં કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમા બહોળી સંખ્યામા સહભાગી થવા વડોદરા જિલ્લા તંત્ર તથા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande