
જામનગર, 12 માર્ચ (હિ.સ.) :
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર તાલુકા શાળા અને લૈયારા પ્રાથમિક શાળા ખાતે તા.13 માર્ચના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે.
જેમાં લતીપર ખાતે યોજાનાર કાર્યક્રમમાં આજુબાજુના ગામો જેમાં મોટા ગરેડીયા, નાના ગરેડીયા, માણેકપર, હાડાટોડા, હજામચોરા, લતીપુર, ભેસદડ, હરીપર, મોટા વાગુદડ, નાના વાગુદડ, આમ કુલ 12 ગામના લોકો તથા લૈયારા ખાતે યોજાનાર કેમ્પમાં લૈયારા, સણોસરા, દેડકદડ, છલ્લા, ગઢડા, જાંબીડા, ડાંગરા, ગોલીટા, ખાખરા, જાયવા, સુધાધુના, ધરમપુર, સગાડીયા, મોડપર, આમ કુલ ૧૪ ગામના લોકો લાભ લઈ શકશે.
કાર્યક્રમમાં વ્યક્તિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ સ્થળ ઉપર લાવવામાં આવશે. જેમાં સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ રજુઆત અને પુરાવા સાથે અરજી મેળવવામાં આવશે. 11 થી 2 જરૂરિયાત મુજબ વેરીફિકેશન, સ્થળ તપાસ તથા બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન આવેલ અરજીઓનો નિકાલ કરવામાં આવશે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, આરોગ્ય વિભાગને લગત કામગીરી, નવા વિજ જોડાણ, પશુ સારવાર, બેંકિગ ક્ષેત્રને લગત કામગીરી, એસ.ટી.બસના પાસ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ યોજના, શ્રમ અને રોજગાર વિભાગ તેમજ અન્ય વિભાગોને લગત કામગીરી કરવામાં આવશે. અરજદારોને સમય મર્યાદામાં સેવાસેતુના સ્થળે હાજર રહી લાભ લેવા ધ્રોલ મામલતદારની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt