


ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વની 117મી શિબિરમાં સર્વ વિદ્યાલયની વિવિધ 19 કોલેજના 73 વિદ્યાર્થી અને વિધાર્થિનીઓએ સાથે મળી વિવિધ પોસ્ટર્સ, બેનરો અને રંગોલી બનાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિબિરમાં હાજર યુવા ભાઈઓ દ્વારા દીકરીઓની સુરક્ષા, સમાનતા અને સન્માન માટેની પ્રતિજ્ઞા લઈ સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. ઉજવણી દરમિયાન IIM, અમદાવાદ ખાતે કાર્યરત અને સ્પ્રેડિંગ સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર નિષ્ઠાબેન ઠાકર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તેમની સંઘર્ષ કથા રજુ કરી યુવાનોને નિરાશ થયા વગર આત્મવિશ્વાસ, મક્કમતા અને પ્રસન્નતા સાથે જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ