“દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા 2025 ના ફોર્મ સ્વીકારવાની તારીખ લંબાવાઈ : 30મી સુધી અરજી કરી શકાશે
જામનગર, 12 માર્ચ (હિ.સ.) : સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષ
દિવ્યાંગ પારિતોષિક યોજના


જામનગર, 12 માર્ચ (હિ.સ.) :

સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પરિતોષિક આપવાની યોજના અમલમાં છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓએ તેમજ દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ (નોકરીદાતઓ) “દિવ્યાંગ- પરિતોષિક મેળવી શકે છે.

દિવ્યાંગ પરિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓએ લાગુ પડતા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી આધાર સાથે (40 ટકા કે તેથી વધુ દિવ્યાંગ હોવાનું- ત્રણ માસથી જૂનું ન હોય તેવું- તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો અને અન્ય વિગતો વગેરે સાથે) જામનગર જિલ્લા રોજગાર કચેરીને તા.30 માર્ચ, 2026 સુધીમાં, ત્રણ નકલમાં રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાનું રહેશે.

દિવ્યાંગ કર્મચારીઓ રાજ્ય પરિતોષિક માટે “પરિશિષ્ટ-અ” ભરવાનું છે, દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખનાર નોકરીદાતઑએ એનેક્ષ્ચર A અંગ્રેજીમાં, પ્લેસમેંટ ઓફિસરો માટે એનેક્ષ્ચર C અંગ્રેજીમાં, સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ “પરિશિષ્ટ-બ ભરવાનું રહેશે.

ફોર્મનો નમુનો HTTPS://ANUBANDHAM.GUJARAT.GOV.IN/NOTICE-BOARD પરથી મેળવી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતેથી તા.30માર્ચ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન વિના મૂલ્યે મળી શકાશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande