રાજ્યમાં ગરમીથી લોકો બેહાલ, રાજકોટ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ
- 12 શહેરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી અમદાવાદ,12 માર્ચ (હિ.સ.) દરિયાકાંઠાની સાથે આખા ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં બુધવારના રોજ 12 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ગયો હતો. જેમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 41.9
રાજ્યમાં ગરમીથી લોકો બેહાલ


- 12 શહેરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી

અમદાવાદ,12 માર્ચ (હિ.સ.) દરિયાકાંઠાની સાથે આખા ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં બુધવારના રોજ 12 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ગયો હતો. જેમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 41.9 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા આઠ ડિગ્રી વધારે જોવા મળ્યું છે.

આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે.

જ્યારે અમરેલી, ડીસા, દીવ, ગાંધીનગર, પોરબંદર અને વેરાવળમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. આવી પરિસ્થિતિમાં લોકોને ચિંતા થઈ રહી છે કે, જો માર્ચમાં આવા હાલ છે તો આગામી સમયમાં કેવો ભાવ હોઈ શકે છે.

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે આજે 12 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પારો 42 ડિગ્રીને પાર કરી શકે છે, જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો નજીવો ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ હાલમાં તો બપોરના સમયે કાળઝાળ ગરમી અને લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે.દાસના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર-પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યાં છે. દિવસ તો ગરમ રહેશે પણ રાત્રી પણ ગરમ રહેશે. દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ વાળા અને ગરમ પવન ફૂંકાશે. 48 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે. 62 વર્ષના ઇતિહાસમાં માર્ચ મહિનામાં ત્રીજી વખત વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રીએ પહોંચ્યું છે. વલ્લભ વિદ્યાનગરનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સામાન્ય કરતા 8.7 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાયું.

ગુજરાતનો 64 ટકા વિસ્તાર બુધવારે હીટવવની ચપેટમાં રહ્યો હતો. જ્યારે 1600 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં અસહ્ય ઉકળાટનો કેર વસ્યો હતો. હીટવેવની આ સ્થિતિના કારણે દેશના 10 સૌથી ગરમ શહેરોમાં 8 શહેર ગુજરાતના રહ્યા હતા. 41.9 ડિગ્રી સાથે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 41.3 ડિગ્રી તાપમાન સાથે દીવમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.

રાજકોટ બાદ 41.6 ડિગ્રી સાથે વડોદરા બીજુ અને 41.4 ડિગ્રી સાથે અમદાવાદ ત્રીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું. છેલ્લા 75 વર્ષમાં 40.6 ડિગ્રી સાથે વેરાવળમાં માર્ચ મહિનામાં પાંચમી વખત સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

વડોદરાએ પણ 41.6 ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો. રાજ્યના 33 પૈકી 21 જિલ્લામાં હીટવેવના કારણે રાજ્યના 13 શહેરોમાં સામાન્ય કરતાં 5 ડિગ્રીથી વધુ ઊંચુ તાપમાન રહેવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય રીતે રાજ્યમાં 11 માર્ચે 28.1 થી 35.5 ડિગ્રીની વચ્ચે દિવસનું તાપમાન રહેવું જોઇએ. જેની સામે 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande