રતનપુર ગામે ઝાડી-ઝાખરામાં લાગી વિકરાળ આગ.
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા રતનપુર વિસ્તારમાં લાગેલી આગને કાબૂમાં લેવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રતનપુર ખાતે ભગત બાપાની મઢી તરીકે ઓળખાતી જગ્યા આસપાસ આવેલા
રતનપુર ગામે ઝાડી-ઝાખરામાં લાગી વિકરાળ આગ.


રતનપુર ગામે ઝાડી-ઝાખરામાં લાગી વિકરાળ આગ.


રતનપુર ગામે ઝાડી-ઝાખરામાં લાગી વિકરાળ આગ.


રતનપુર ગામે ઝાડી-ઝાખરામાં લાગી વિકરાળ આગ.


પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા રતનપુર વિસ્તારમાં લાગેલી આગને કાબૂમાં લેવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રતનપુર ખાતે ભગત બાપાની મઢી તરીકે ઓળખાતી જગ્યા આસપાસ આવેલા ઝાડી-ઝાખરાના વિસ્તારમાં આગ લાગ્યાની માહિતી ફાયર વિભાગને મળતા જ તાત્કાલિક ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ છે. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી.

છે.ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમ દ્વારા ફાયર બાઉઝર અને જરૂરી ફાયર ફાઈટીંગ સાધનો સાથે સ્થળ પર આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઝાડી-ઝાખરાનો વિસ્તાર વિશાળ હોવાના કારણે આગ વધુ ફેલાય નહીં તે માટે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સતર્કતા અને ઝડપી કામગીરીથી આગને નિયંત્રણમાં લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ સ્થિતિ પર નજર રાખી આગ સંપૂર્ણપણે બુઝાઈ જાય તે માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande