
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)બગવદર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સ. આર.જી.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાવળવાવ ગામ પાસે એક ઈસમ પાસે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે, સીંહજરનેસ, કેનાલના કાંઠેથી બાવન કાના કટારા નામના ઈસમ પાસેથી ગે.કા. ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ કંપનીની શીલ પેક બોટલ નંગ-96 ની કુલ કી.રૂ.96000/- નો મુદામાલ પોતાના કબ્જામા રાખી કરી આરોપી બાવન કાનાભાઈ કટારા પડ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો પરબત ઉર્ફે રાણા જીવણ મોરીએ આપ્યો હોવાની કબૂલાત આપતા બગવદર પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ 7.65(ઈ),115(બી), 81 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya