પાટણમાં બાંધકામ શ્રમિકો માટે વધુ એક ધન્વન્તરી આરોગ્ય રથ શરૂ
પાટણ, 13 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક તબીબી સેવા મળી રહે તે માટે વધુ એક ધન્વન્તરી આરોગ્ય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના હસ્તે રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ
પાટણમાં બાંધકામ શ્રમિકો માટે વધુ એક ધન્વન્તરી આરોગ્ય રથ શરૂ


પાટણ, 13 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક તબીબી સેવા મળી રહે તે માટે વધુ એક ધન્વન્તરી આરોગ્ય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના હસ્તે રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ પહેલ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે કરવામાં આવી છે.

બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોને ઘણીવાર ઇજા અને વિવિધ બીમારીઓનો સામનો કરવો પડે છે. તેને ધ્યાનમાં રાખીને આ આરોગ્ય રથ દ્વારા સાઇટ પર જ તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો અને પ્રાથમિક ઇજાઓની સારવાર આપવામાં આવે છે. ઉપરાંત પેશાબ, લોહી, બ્લડ સુગર અને મેલેરિયા જેવી લેબોરેટરી તપાસોની સુવિધા પણ ઉપલબ્ધ છે.

હાલમાં પાટણ જિલ્લામાં બે ધન્વન્તરી આરોગ્ય રથ કાર્યરત હતા અને નવા રથ સાથે સંખ્યા ત્રણ થઈ છે. આ રથ દ્વારા શ્રમિકો, તેમના બાળકો અને સગર્ભા મહિલાઓને નજીકમાં જ તબીબી સેવા મળશે તેમજ આરોગ્ય જાગૃતિ અને ઇ-નિર્માણ કાર્ડની નોંધણી પણ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande