
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)રાણાવાવ શહેરમા લારી લઈ નિકળેલા વૃધ્ધે દુકાન નજીક પડેલ કાર હટાવાનુ કહેતા દુકાનદારે લોખંડના પકડ વડે વૃધ્ધ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી રાણાવાવના ડેકે સેન્ટર વિસ્તારમાં રહેતા અકબરભાઈ ઉફેઅકુભા હુશેનભાઈ મુલાણી નામના વૃધ્ધ રેકડીમા પોતાના ઘરનુ ફર્નિચર લઇને જતા હતા તે દરમ્યાન રસ્તામા હશન અમીરઅલી પોપટીયાની દુકાન પાસે કાર પાર્ક કરી હોય અને તે રેકડી પસાર કરવામાં નડતી હોવાથી અકબરભાઈ અમીરઅલીને કાર હટવાનુ કહેતા ઉશ્કેરાયેલા અમીરઅલી કહ્યુ કે તારે તો આ રોજનુ થયુ તેમ દુકામા પડેલા લોખંડના પડક વડે હુમલો કરી અકબરભાઈને માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગ રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya