પોરબંદરમાં બોટ એમ્બ્યુલન્સ 108ની ટીમે માછીમાર નો જીવ બચાવ્યો.
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)આધુનિક જીવનશેલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોઈ છે. જેમની ઍક સેવા બોટ એમ્બ્યુલન્સ 108 ને માનવામાં આવે છે. બોટ એમ્બ્યુલન્સની ટિમ કોઈ પણ સમયે સારવાર માટે પહોચી જાય છે. અને તાત્કાલિક સારવાર પુરી પાડે
પોરબંદરમાં બોટ એમ્બ્યુલન્સ 108ની ટીમે માછીમાર નો જીવ બચાવ્યો.


પોરબંદરમાં બોટ એમ્બ્યુલન્સ 108ની ટીમે માછીમાર નો જીવ બચાવ્યો.


પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)આધુનિક જીવનશેલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોઈ છે. જેમની ઍક સેવા બોટ એમ્બ્યુલન્સ 108 ને માનવામાં આવે છે. બોટ એમ્બ્યુલન્સની ટિમ કોઈ પણ સમયે સારવાર માટે પહોચી જાય છે. અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. ત્યારે અંજલિ કૃપા નામની ફિશર બોટમાં ફિશર મેનને છાતીનો અસહ્ય દુઃખાવા એને લોહી ઊલટી થતા પોરબંદર બોટ એમ્બ્યુલન્સ 108 ને ફોન આવતા બોટ 108 ના ઈ.એમ.ટી. રાજેશ જોષી અને ટિમે દરિયામાં રવાના થઈ ફિશર મેન યોગેશભાઈ પ્રેમજીભાઈ પાંજરીને પ્રાથમીક સારવાર આપી પોરબંદર રોડ એમ્બ્યુલન્સ સુધી દર્દીને પોહચડવામાં આવ્યા હતા. બોટ એમ્બ્યુલન્સની ટીમને જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને એક્ઝિક્યુટિવ દર્શકએ અભિનદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande