
ગીર સોમનાથ, 13 માર્ચ (હિ.સ.) : સાયબર ક્રાઈમ પો.સ્ટેના પોલીસ કર્મચારીઓ દ્વારા આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી નિમીતે સાયબર જાગૃતાની કામગીરી કરવામાં આવેલ.
જે અંર્તગત ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા રામ મંદિર ઓડીટોરીયમ હોલ પ્રભાસ પાટણ ખાતે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કાર્યક્રમ સબબ “ડિજીટલ સેફટી એન્ડ સીક્યુરીટી” સાયબર સેફટીનો સ્ટોલ રાખી પત્રિકા વિતરણ કરી મહીલાઓ ને સાયબર ક્રાઈમ શુ છે? ફ્રોડ થયે શું કરવું અને શું ના કરવું ખોટી ઓળખ આપીને થતી છેતરપીંડી, ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફોડ વિશેની ખાસ જાણકારી જેમાં ટેલિગ્રામ તેમજ Whatsapp ના માધ્યમથી કોઈપણ જગ્યાએ રોકાણ કરવું નહીં એ અંગે ખાસ સુચના આપવામાં આવેલ તથા OTP આપ્યા વગર થતા ફ્રોડ થયે શું કરવું શું ના કરવું? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે Instagram, Facebook, Whatsapp, Twitter(X) વગેરેમાં અજાણી વ્યકિતઓને મિત્ર બનાવવા નહી તેમજ અજાણી વ્યકિત સાથે વાતચીત કરવી નહી તેમજ સોશિયલ મીડિયા માં ટુ-સ્ટેપ વેરીફીકેશન ફરજીયાત કરવું અને મહીલાઓને વોટ્સએપ હેરેસમેન્ટ/બ્લેકમેલીંગ/મોફીંગ થયેથી પરીવાર ના સભ્યો તથા નજીકના મહીલા પોલીસ સ્ટેશનને જાણ કરવી તથા મહિલાઓને ઓનલાઇન શોપિંગ કરતી વખતે અજાણી લીંક ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ