
જૂનાગઢ,13 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ દ્વારા માંગરોળ તાલુકાના આઈ.ટી. આઈ. કેમ્પસ શીલ ખાતે 17 માર્ચના રોજ સવારે 11 કલાકે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં એસ.એસ.સી, આઈ.ટી.આઈ. ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર (18 વર્ષથી 35 વર્ષ) રોજગારવાંચ્છુ ઉમેદવારો અલગ અલગ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજાશે.
આ ભરતી મેળામાં રાધિકા એન્ટરપ્રાઇઝ (બીકેટી ટાયર ) કચ્છ-ભુજ, એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યોરન્સ કંપની- કેશોદ બ્રાંચ, બોનાન્ઝા લક્સ સલૂન એલએલપી - રાજકોટ વિગેરે નોકરીદાતાઓ હાજર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ