ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા 97માં ‘દાંડીકૂચ સ્મૃતિ દિવસ’ની ભવ્ય ઉજવણી
ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) : મહાત્મા ગાંધીજી દ્વારા 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 12 માર્ચ, 2026ના રોજ 97માં દાંડીકૂચ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને
ગૂજરાત વિદ્યાપીઠ


ગૂજરાત વિદ્યાપીઠ


ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) : મહાત્મા ગાંધીજી દ્વારા 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 12 માર્ચ, 2026ના રોજ 97માં દાંડીકૂચ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પ્રસ્થાન વિધિ યોજાઈ હતી. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ સ્મૃતિ યાત્રામાં ગૂજરાત વિદ્યાપીઠના 150થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા હતા. આ ઉપરાંત રાષ્ટ્ર જાગરણ પ્રતિષ્ઠાન અંતર્ગત વિવિધ યુનિવર્સિટીના 30 જેટલા વિદ્યાર્થીઓએ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો.

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આવેલું ‘પ્રાણજીવન વિદ્યાર્થી ભવન’, જે ગાંધીજી દ્વારા 1930માં શરૂ કરાયેલી ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રથમ પડાવ હતું, ત્યાં આ પદયાત્રાનો અંત આવ્યો અને પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે “ઐતિહાસિક દાંડી કૂચ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ત્યારબાદ પદયાત્રીઓ સાથે દાંડીકૂચ વિષય પર વિશેષ વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande