
રાજપીપલા,13 માર્ચ (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ધોરણ-10 (SSC) અને ધો. 12 (HSC)ની જાહેર પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ
ધોરણ 10 ના ગુજરાતી વિષયમાં નોંધાયેલા કુલ 272 વિદ્યાર્થીઓ પૈકી 271 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સંસ્કૃત પ્રથમા પૌરોહિત્યમ નોંધાયેલા કુલ 6 વિદ્યાર્થી પૈકી પાંચ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
ધોરણ 12 (HSC) સામાન્યપ્રવાહ ભૂગોળ વિષયમાં નોંધાયેલા કુલ 3420 વિદ્યાર્થીઓ પૈકી 3370 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 50 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ