ગુજરાત યુનિ.માં 130 જેટલી જગ્યા માટેની ભરતી પરીક્ષાના એક દિવસ પહેલા એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન
અમદાવાદ, 13 માર્ચ (હિ.સ.) : ગુજરાત યુનિ.માં આવતીકાલે 130 જેટલી જગ્યા માટેની ભરતી પરીક્ષાયોજાવાની છે, તેના એક દિવસ પહેલા એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન કર્યું. આવતીકાલે 130 જેટલી જગ્યા માટેની ભરતીની પરીક્ષા યોજાવાની છે. તેના એક દિવસ પહેલાં જ સંપૂર્ણ ભ
Gujarat University


અમદાવાદ, 13 માર્ચ (હિ.સ.) : ગુજરાત યુનિ.માં આવતીકાલે 130 જેટલી જગ્યા માટેની ભરતી પરીક્ષાયોજાવાની છે, તેના એક દિવસ પહેલા એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન કર્યું.

આવતીકાલે 130 જેટલી જગ્યા માટેની ભરતીની પરીક્ષા યોજાવાની છે. તેના એક દિવસ પહેલાં જ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ એનએસયુઆઈ દ્વારા આવી છે.

એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં નિયમોમાં ફેરફાર કરીને મળતિયાઓ અને સંબંધીઓને નોકરીમાં ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ જો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ નહીં કરવામાં આવે તો આવતીકાલે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર રસ્તો રોકીને વિરોધ કરતા પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં જાહેર રજા આપી દેવામાં આવી હતી. તેમજ તમામ ગેટ બંધ કરી પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો. ભરતી પરીક્ષાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો હતો પરંતુ, એનએસયુઆઈએ આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે, વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરી છે.

રજૂઆત સાંભળવા માટે કુલપતિ કે રજીસ્ટ્રાર હાજર ન હોવાથી ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ સાથે રસ્તા પર આવી ગયા હતા. એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને કરતો બંધ કરી વિરોધ દર્શાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જેથી, એનએસયુઆઈના કાર્યકર્તાઓને અટકાવવા જતા પોલીસે અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોકે, બાદ પોલીસે એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande