પાટણમાં હંસાપુરમાં ગૌચર જમીન પરનો ગેરકાયદે પાણી પ્લાન્ટ પાલિકાએ સીલ કર્યો
પાટણ, 13 માર્ચ (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર ચાલતા ગેરકાયદે પાણીના પ્લાન્ટને સીલ કર્યો છે. આ પ્લાન્ટ નગરપાલિકાની પાણીની ટાંકીમાંથી સીધું ગેરકાયદે કનેક્શન લઈ ચલાવવામાં આવતો હતો અને નગરપાલિકાના પાણીનો વેપાર કરવામાં આવતો હતો.
હંસાપુરમાં ગૌચર જમીન પરનો ગેરકાયદે પાણી પ્લાન્ટ પાલિકાએ સીલ કર્યો

પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે, આ પ્લાન્ટ ગેરકાયદે રીતે ચાલી રહ્યો હતો. અગાઉ ઓક્ટોબર મહિનામાં ગૌચર જમીન ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી, છતાં પ્લાન્ટ ચાલુ રાખવામાં આવ્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે પ્લાન્ટ નગરપાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત દ્વારા ચલાવવામાં આવતો હતો. આ મુદ્દે થયેલા ઠરાવને પ્રાદેશિક કમિશનર કચેરીએ નામંજૂર કરતાં અંતે પાલિકાએ કડક કાર્યવાહી કરી પ્લાન્ટ સીલ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande