
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.) : પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે એક અરજદારે તેનો મોબાઈલ ખોવાઈ ગયો હોવાની અરજી કરી હતી. જે અનુસંધાને પોલીસ સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સના આધારે “CEIR પોર્ટલ CENTRAL EQUIPMENT IDENTITY REGISTER GOV વેબસાઈટની મદદથી ટ્રેકીંગમાં મુકી CEIR પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી ગુમ થયેલ મોબાઇલ ફોન ટ્રેસ કરી શોધી મોબાઈલ ફોન-01 જેની કિં. રૂ.18,500/- મુદામાલ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકોને પરત સોપવામા આવેલ છે.
આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે સા. તથા UHC પરબતભાઇ નારણભાઈ બંધીયા તથા WUHC એસ.ડી.બગડાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya