108ની ટીમે પ્રસૂતાને એમ્બ્યુલન્સ સફળ પ્રસુતિ કરાવી.
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના બાપોદર ગામ વાડી વિસ્તારમાં સગર્ભાને પ્રસુતિ ઉપાડતા 108 ને જાણ કરવામાં આવી હતી. 108 ને ફોન આવતા ટિમ જણાવેલ લોકેશન પર પહોંચી હતી. બીજી વખત રહેલ સગર્ભા મહિલા દર્દીને ઓચિંતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમને જા
108ની ટીમે પ્રસૂતાને એમ્બ્યુલન્સ સફળ પ્રસુતિ કરાવી.


પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના બાપોદર ગામ વાડી વિસ્તારમાં સગર્ભાને પ્રસુતિ ઉપાડતા 108 ને જાણ કરવામાં આવી હતી. 108 ને ફોન આવતા ટિમ જણાવેલ લોકેશન પર પહોંચી હતી. બીજી વખત રહેલ સગર્ભા મહિલા દર્દીને ઓચિંતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમને જાણ કરવામાં આવી હતી. સમય સૂચકતા મુજબ મહિલાને હોસ્પિટલ લઇ જવાનો સમય ન હોવાથી 108 નાં ઈ.એમ.ટી. પુરીબેન અને પાયલોટ મેરું ભાઈ પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી રસ્તા માજ ડીલેવરી કરાવી હતી અને પુત્રનો નો જન્મ થયો હતો. અને એમ્બ્યુલન્સ માં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ પોરબંદર વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા. 108 ની સેવા એ આધુનિક સમય માં મહત્વ ની સાબિત થય રહી છે પુત્રનો જન્મ થતા પુરી બેન અને બાપોદર 108 ટીમ ને બિરદાવ્યા હતા. આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને એક્ઝિક્યુટિવ દર્શકએ અભિનદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande