સાત કલાકની જહેમત બાદ ધરમપુર વિસ્તારમાં લાગેલી આગને કાબૂ મેળવ્યો.
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ધરમપુર વિસ્તારમાં લાગેલી આગને કાબૂમાં લેવા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર નજીક આવેલ ધરમપુર ગામ ખાતે બપોરે અંદાજે 12 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટન
સાત કલાકની જહેમત બાદ ધરમપુર વિસ્તારમાં લાગેલી આગને કાબૂ મેળવ્યો.

સાત કલાકની જહેમત બાદ ધરમપુર વિસ્તારમાં લાગેલી આગને કાબૂ મેળવ્યો.

સાત કલાકની જહેમત બાદ ધરમપુર વિસ્તારમાં લાગેલી આગને કાબૂ મેળવ્યો.

સાત કલાકની જહેમત બાદ ધરમપુર વિસ્તારમાં લાગેલી આગને કાબૂ મેળવ્યો.

પોરબંદર, 13 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ધરમપુર વિસ્તારમાં લાગેલી આગને કાબૂમાં લેવા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર નજીક આવેલ ધરમપુર ગામ ખાતે બપોરે અંદાજે 12 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવા કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા સતત સાત કલાક સુધી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અંદાજે 70 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સાંજે લગભગ 7 વાગ્યાના સમયે આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી હતી. ફાયર વિભાગની સમયસર અને સતત કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande