વલસાડના પારનેરા પારડી ગામમાં પ્રાકૃતિક ખેતીનો તાલીમ કાર્યક્રમ યોજાયો
વલસાડ, 13 માર્ચ (હિ.સ.): વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકા પ્રોજેકટ મેનેજર શિવાની ગઢવી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) ઉત્તમભાઈ પટેલ અને કૃષિ સખી ચંદનબેન પ
Valsad


વલસાડ, 13 માર્ચ (હિ.સ.): વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકા પ્રોજેકટ મેનેજર શિવાની ગઢવી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) ઉત્તમભાઈ પટેલ અને કૃષિ સખી ચંદનબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી, જેમાં રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના ઉપયોગના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું હોવાનું જણાવાયુ હતું. તેથી પ્રાકૃતિક ખેતીથી રસાયણમુક્ત ઉત્પાદન લઈ શકાય છે તથા આવનારી ભવિષ્યની પેઢીને વારસામાં રસાયણમુક્ત અને ઉપજાઉ જમીન આપી શકાય છે તે અંગે ખેડૂતોને માહિતી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande