રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉં નોંધણીની મુદત 27 માર્ચ સુધી લંબાવાઈ
રાજપીપલા,13 માર્ચ (હિ.સ.) રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત ઘઉંની ખરીદી માટે ખેડૂતોની નોંધણી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ઘઉંની નોંધણી માટેનો સમયગાળો 1 ફેબ્રુઆરી,2026 થી 1 માર્ચ,2026 સુધી નક્કી કરવામાં આવ્યો હતો. ખેડૂતો તરફથ
ઘઉં નોંધણીની મુદત 27 માર્ચ સુધી લંબાવાઈ


રાજપીપલા,13 માર્ચ (હિ.સ.) રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત ઘઉંની ખરીદી માટે ખેડૂતોની નોંધણી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ઘઉંની નોંધણી માટેનો સમયગાળો 1 ફેબ્રુઆરી,2026 થી 1 માર્ચ,2026 સુધી નક્કી કરવામાં આવ્યો હતો.

ખેડૂતો તરફથી નોંધણીનો સમયગાળો લંબાવવાની રજૂઆતો મળતા તેમજ વધુમાં વધુ ખેડૂતો

નોંધણી કરી શકે અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)નો લાભ મેળવી શકે તે હેતુસર નોંધણીની મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તે મુજબ હવે ઘઉંની નોંધણી માટેનો સમયગાળો વધુ 15 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. નવી મુદત મુજબ 13 માર્ચ થી 27 માર્ચ,2026 સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે.

ખેડૂતોએ આ વધારેલી મુદતનો લાભ લઈ સમયસર પોતાની નોંધણી કરાવી લઘુત્તમ ટેકાના

ભાવનો લાભ મેળવવો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande