
વલસાડ, 13 માર્ચ (હિ.સ.): વલસાડ તાલુકાના ચણવઇ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CRP નિતેશભાઈ પટેલ અને કૃષિ સખી કાન્તાબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી. જેમાં રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના ઉપયોગના કારણે લોકોનું સ્વાસ્થ્ય ખુબ જ બગડ્યું છે. તેથી પ્રાકૃતિક ખેતીથી રસાયણમુક્ત ઉત્પાદન લઈ શકાય છે. આવનારી ભવિષ્યની પેઢીને વારસામાં રસાયણમુક્ત અને ઉપજાઉ જમીન આપી શકાય છે તે અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે