સુરતના ઉધના મગદલ્લા રોડ પર બેનરનાં કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ
સુરત, 13 માર્ચ (હિ.સ.) : શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલા બેનર બનાવવાના કારખાનામાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ત્રણ માળના આ કારખાનાની અંદર બેનર બનાવવામાં આવતા હતા તેમજ અંદર મોટા પ્રમાણમાં પ્લાયની શીટ્સ અને મંડપનો સામાન પણ ગોડાઉનમાં મૂકવામાં આવ્ય
સુરતના ઉધના મગદલ્લા રોડ પર બેનરનાં કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ


સુરત, 13 માર્ચ (હિ.સ.) : શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલા બેનર બનાવવાના કારખાનામાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ત્રણ માળના આ કારખાનાની અંદર બેનર બનાવવામાં આવતા હતા તેમજ અંદર મોટા પ્રમાણમાં પ્લાયની શીટ્સ અને મંડપનો સામાન પણ ગોડાઉનમાં મૂકવામાં આવ્યો હતો. દરમિયાન આગ લાગતા જ પ્લાયવુડને લીધે આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને બે માળ સુધી ફેલાઈ ગઈ હતી મોડી રાત્રે આગની જ્વાળાઓ ઊઠતાં દેખાવા લાગી હતી. જેને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા બે અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભીષણ ઉપર કાબુ મેળવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના મગદલ્લા રોડ પર આવેલ નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બેનર બનાવવાનું ખાતું છે ટોટલ ત્રણ માળના આ ખાતામાં બેનર બનાવવાનું કામકાજ ચાલતું હતું. દરમિયાન મોડી રાત્રે પોણા ચારેક વાગ્યાના અરસામાં કારખાનામાં અચાનક આગ લાગી ગઈ હતી કારખાનાની અંદર પ્લાયવુડની શીટ્સ હોવાને લીધે આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી જ્યારે ત્રીજો માળ આગની ચપેટમાં આવતા રહી ગયો હતો જ્યારે બીજી બાજુ મોડી રાત્રે આગની જ્વાળાઓ દેખાવા લાગતા સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા મજુરા અને વેસુ ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી જ્યારે ત્રીજા માળ સુધી પહોંચે તે પહેલા આગને કંટ્રોલ કરી લેવામાં આવી હતી.અને ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ કંટ્રોલ કરવામાં આવી હતી શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હતી બેનર બનાવવાનું આ કારખાનું હતું જ્યાં પ્લાય શીટ્સ પણ મૂકવામાં આવી હતી અને મંડપનો સામાન પણ હતો જેના લીધે આગ ઝડપથી પ્રસરી રહી હતી જેને કારણે કંટ્રોલમાં લેવામાં ભારે જહેમત ઉઠાવવા પડી હતી.

જોકે અંતે આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.આગમાં મોટા પ્રમાણમાં બેનરોનો જથ્થો તેમજ બેનર બનાવવાની અલગ અલગ મશીનરી અને મટીરીયલ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં થવા પામી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande