ગુજરાતમાં ગરમી સાથે 18-19મીએ રાજકોટ-વડોદરા સહિત 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
અમદાવાદ, 13 માર્ચ (હિ.સ.) : ગુજરાતમાં માર્ચ મહિનામાં આગઝરતી ગરમીના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યાં ગરમી સાથે 18-19મીએ રાજકોટ-વડોદરા સહિત 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસ
ગુજરાતમાં ગરમી સાથે 18-19મીએ રાજકોટ-વડોદરા સહિત 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા


અમદાવાદ, 13 માર્ચ (હિ.સ.) : ગુજરાતમાં માર્ચ મહિનામાં આગઝરતી ગરમીના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યાં ગરમી સાથે 18-19મીએ રાજકોટ-વડોદરા સહિત 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ હવામાન વિભાગે હવે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી હોવાની આગાહી કરી છે. આગામી 18 અને 19 માર્ચના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, ગરમીના પારામાં 2 થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હોવા છતાં રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરત જેવા શહેરોમાં હીટવેવની આશંકા વચ્ચે યેલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાયા છે. 24 કલાક કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ વાળા અને ગરમ પવન ફૂંકાશે અને આવતીકાલથી ગરમીમાંથી આંશિક રાહત મળશે.હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે. વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાનમાં થોડોક ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતાં સમગ્ર રાજ્યમાં ડામર પીગળી જવાની ઘટનાઓ પણ બની હતી. જ્યારે ઘણી જગ્યાએ ગરમીને કારણે લોકો બેભાન થયેલા જોવા મળ્યા હતા. ત્યારે હવે રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં આંશિક રીતે ગરમીમાંથી રાહત મળી છે. આજે સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને સુરતમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande