પાટણના ટુવડ ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર
પાટણ, 13 માર્ચ (હિ.સ.) : શંખેશ્વર તાલુકાના ટુવડ ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પાટણ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કુલ ₹3,05,312 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી સ્થળ પરથ
ટુવડ ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર


પાટણ, 13 માર્ચ (હિ.સ.) : શંખેશ્વર તાલુકાના ટુવડ ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પાટણ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કુલ ₹3,05,312 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ખેતરના શેઢા પાસે કાળા કલરની તાડપત્રી નીચે છુપાવેલો દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. જેમાં વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર, મેજિક મોમેન્ટ્સ જામુન સ્પાઈસી અને ઓરેન્જ ફ્લેવર તથા 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની કુલ 959 બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹2,65,312 થાય છે.

આ ઉપરાંત સ્થળ પરથી નંબર પ્લેટ વગરની ₹40,000 કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમી મુજબ વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર સ્વિફ્ટ કારમાંથી દારૂ ઉતારી રહ્યો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ નાસી છૂટ્યો હતો.

આ મામલે એલ.સી.બી.ના કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસિંહે શંખેશ્વર પોલીસ મથકે વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવાજી બબાજી ઠાકોર દ્વારા હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande