ત્રણ દિવસથી ગેસ રિફિલીંગ માટે ધક્કા ખાતાં ગ્રાહકોમાં રોષ
સુરત, 13 માર્ચ (હિ.સ.): સુરત સહિત રાજ્યભરમાં કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગેસની ભારે અછત વચ્ચે હવે રાંધણ ગેસની ડિલીવરીમાં કકળાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ - ચાર દિવસથી રાંધણ ગેસનાં પુરવઠામાં પણ ભારે હાલાકીને પગલે શહેરીજનોની ધીરજ હવે ખુટી રહી છે.
gas


સુરત, 13 માર્ચ (હિ.સ.): સુરત સહિત રાજ્યભરમાં કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગેસની ભારે અછત વચ્ચે હવે રાંધણ ગેસની ડિલીવરીમાં કકળાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ - ચાર દિવસથી રાંધણ ગેસનાં પુરવઠામાં પણ ભારે હાલાકીને પગલે શહેરીજનોની ધીરજ હવે ખુટી રહી છે. આ સ્થિતિમાં આજે શહેરનાં લિંબાયત વિસ્તારમાં આવેલ ગેસ ઓફિસ પર ગ્રાહકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી ગેસ સિલિન્ડર માટે ટળવળતાં ગ્રાહકોને ઉડાઉ જવાબ આપનાર ગેસ ઓફિસનાં સંચાલકોનો આજે ઘેરો ઘાલતાં અંતે ઓફિસ સંચાલક દુકાનને તાળું મારીને નાસી છુટ્યો હતો. જેને પગલે રોષે ભરાયેલા ગ્રાહકો દ્વારા ભારે રોષ કરવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસનાં સિલિન્ડરમાં પણ કકળાટ જોવા મળી રહ્યો છે. ભારે અછત વચ્ચે ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ ન થતાં ઉપભોક્તાઓમાં ભારે ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં આજે સવારે લિંબાયત ખાતે આવેલ ટીના ગેસ એજન્સી પર મોટી સંખ્યામાં લોકો ગેસ રિફિલીંગ માટે પહોંચ્યા હતા. ઓનલાઈન રાંધણ ગેસની સુવિધા ખોરંભે ચઢી હોવાનાં રોષ સાથે ગ્રાહકો દ્વારા એજન્સીને ગેસના બાટલા આપવા માટે જણાવ્યું હતું. જો કે, ગેસ એજન્સીનાં સંચાલકો પણ હાલની સ્થિતિને પગલે આવશ્યકતાનુસાર ગેસનો પુરવઠો આપવામાં અસમર્થ હોવાનું જણાવતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. છેલ્લા બે દિવસથી ગેસ એજન્સી બહાર લાંબી સંખ્યામાં રિફિલિંગ માટે ઉભા રહેતા ગ્રાહકોની આજે ધીરજ ખુટી જવા પામી હતી અને સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરતાં ગભરાયેલ ગેસ એજન્સીનાં સંચાલક ઓફિસને તાળુ મારીને રવાના થઈ ગયા હતા. જેને પગલે ક્રોધે ભરાયેલા ગ્રાહકો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande