પોરબંદરમાં આત્મહત્યા કરવાનો વિચાર કરતી મહિલા ને 181 અને પોલીસે બચાબી.
પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદર સિટી વિસ્તાર ની એક માનસિક અસ્વસ્થ મહિલા ઘરે થી નિકળી ગયેલા હોય અને દરિયામાં આત્મહત્યા કરવા જતા જાગૃત નાગરિક દ્વારા મહિલાની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસની મદદ લેતા મહિલાને મહિલા પોલીસ સ્ટેશન લઈ આવેલા જયાં મહિલા પોલીસ સ્
પોરબંદરમાં આત્મહત્યા કરવાનો વિચાર કરતી મહિલા ને 181 અને પોલીસે બચાબી.


પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદર સિટી વિસ્તાર ની એક માનસિક અસ્વસ્થ મહિલા ઘરે થી નિકળી ગયેલા હોય અને દરિયામાં આત્મહત્યા કરવા જતા જાગૃત નાગરિક દ્વારા મહિલાની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસની મદદ લેતા મહિલાને મહિલા પોલીસ સ્ટેશન લઈ આવેલા જયાં મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડ અને 181 અભયમ ટીમ દ્વાર મહિલાને આશ્વાસન આપી કાઉન્સેલિંગ કરેલ તેમનુ નામ, સરનામું મેળવી મહિલાના ઘરે ગયેલા ત્યાં મહિલાના માતાપિતા સાથે વાત-ચીત કરતા જાણવા મળેલ કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણ ત્રણેક કલાકથી ઘરે કોઈને કહયા વગર નિકળી ગયેલ હતા. 181 ટીમ અને મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડ સાહેબ દ્વારા મહિલાના માતા -પિતાને મહિલાની સાળસંભાળ અને યોગ્ય સારવાર કરાવવા જણાવી મહિલાને સુરક્ષિત તેમના માતા-પિતાને સોંપી સોંપી પ્રશંસનીય કામગીરી કરી હતી.

આ કામગીરી મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડ, 181 ટીમના કાઉન્સેલર મીરા માવદિયા, કોન્સ્ટેબલ- સેજલ બેન પંપાળીયા તથા પાયલોટ- દાનાભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande