
પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદરના કુતિયાણા તાલુકામાં આવેલા બાવડાવદર ગામમાં પરબતભાઇ હાજાભાઇ ભરવાડીયા પોતાનું ટ્રેક્ટર લઇ જતા હતા ત્યારે એક બહેન ધુણતી ધુણતી આવતી હતી જેથી ફરિયાદી પરબતભાઇએ પોતાનું ટ્રેક્ટર સાઈડમાં કરી લીધું હતું પરંતુ બહેન ટ્રેકટર પર ચડી જતા પરબતભાઈએ તેમની સાથે રહેલા આરીફ આમદ ધુધા અને સાહિલ રજાક ધુધાને બહેનને ટ્રેકટરમાંથી નીચે ઉતારવાનું કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને પરબતભાઈને ટ્રેક્ટરમાંથી નીચે ઉતારી દેખાતું નથી હાજરી આવે છે” કહી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા જેથી ફરિયાદીએ રાડા રાડી કરતા પાડોશમાંથી બે-ત્રણ વ્યક્તિઓ દોડી આવતા બંને “હવે હાજરીમાં આડો પડીશ તો જાનથી મારી નાખશું” કહી ત્યાંથી જતા રહ્યા હતા. આ મામલે પરબતભાઈએ કુતિયાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી બંને વિરુદ્ધ ધોરણસર ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ મામલે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya