સાગબારા તાલુકાના પાંચ પીપરી ગામના ઉષાબેન વસાવાને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ ખેડૂત (મહિલા) એવોર્ડ એનાયત
રાજપીપળા, 14 માર્ચ (હિ.સ.) : નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચ પીપરી ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત ઉષાબેન દિનેશભાઈ વસાવાને રાજ્યપાલના હસ
રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ ખેડૂત (મહિલા) એવોર્ડ એનાયત


રાજપીપળા, 14 માર્ચ (હિ.સ.) : નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચ પીપરી ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત ઉષાબેન દિનેશભાઈ વસાવાને રાજ્યપાલના હસ્તે ‘શ્રેષ્ઠ ખેડૂત (મહિલા)’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ સાથે તેમને સર્ટિફિકેટ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ઉષાબેન દેડીયાપાડા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) સાથે સતત સંપર્કમાં રહી કેન્દ્રના વડા ડૉ. એચ. યુ. વ્યાસ તથા વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન) ડૉ. એમ. વી. તિવારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં કૃષિ સંબંધિત નવી ટેકનોલોજી અને પદ્ધતિઓનું મહિલાઓમાં વ્યાપક પ્રચાર - પ્રસાર કરી રહ્યા છે. તેમની આ નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઇ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી તેમની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

ઉષાબેન મહિલા ખેડૂતોના સશક્તિકરણ માટે સમર્પિત વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે તાલીમ આપી અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત સીઆરપી (CRP) તરીકે પણ ઉત્તમ કામગીરી બજાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande