ભાલકા તીર્થ ખાતે અમદાવાદના દાતા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય શૃંગાર સેવામાં સવા બે કિલો ચાંદીનો કલાત્મક મુગટ અર્પણ
ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.) : ભગવાન કૃષ્ણની પ્રભાસતીર્થ ખાતે આવેલી અત્યંત પ્રિય ભૂમિ એટલે ભાલકા તીર્થ. આ એ જ પવિત્ર સ્થાન છે જ્યાં ભગવાને પારધીને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી હતી અને દુનિયા સમક્ષ કર્મના સિદ્ધાંતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હત
પાવન ભાલકા તીર્થ ખાતે અમદાવાદના દાતા દ્વારા


ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.) : ભગવાન કૃષ્ણની પ્રભાસતીર્થ ખાતે આવેલી અત્યંત પ્રિય ભૂમિ એટલે ભાલકા તીર્થ. આ એ જ પવિત્ર સ્થાન છે જ્યાં ભગવાને પારધીને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી હતી અને દુનિયા સમક્ષ કર્મના સિદ્ધાંતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું કે ભલે તેઓ સ્વયં જગતગુરુ હોય, પરંતુ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. આવી દિવ્ય અને પાવન ભૂમિ પર આજરોજ ફાગણ વદ દશમ અને શનિવારના શુભ દિને, અમદાવાદ સ્થિત શ્રદ્ધાળુ યોગેશભાઇ પટેલના પરિવાર દ્વારા ભગવાનને એક અત્યંત સુંદર મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. સવા બે કિલો ચાંદી અને બારીક મીનાકામથી સુસજ્જ આ કલાત્મક મુગટ તૈયાર થવામાં 4 માસ જેટલો સમય લાગ્યો હતો.

દાતા પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક અને વિધિવત રીતે આ મુગટ સોમનાથ ટ્રસ્ટને સુપરત કરવામાં આવ્યો હતો. આ મંગલ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર સાહેબ દ્વારા દાતા પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને સંસ્થા વતી તેઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ મુગટ ભગાવન કૃષ્ણના વિશેષ શૃંગારોમાં ઉપયોગમાં લેવામાં આવશે, ભગવાન ના અલૌકિક દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande