
પાટણ, 14 માર્ચ (હિ.સ.) : પાટણના જાણીતા ફિઝિશિયન ડૉ. હમીદભાઈ મનસુરીની પુત્રી ડૉ. રિયા મનસુરીએ મુંબઈની ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાંથી DM કાર્ડિયોલોજીની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે. આ સિદ્ધિ સાથે તેઓ મનસુરી સમાજની પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ બન્યા છે, જેના કારણે પાટણનું ગૌરવ વધ્યું છે.
ડૉ. રિયાએ તબીબી ક્ષેત્રે આ ઊંચી સિદ્ધિ તેમના માતા-પિતા ડૉ. હમીદ મનસુરી અને મુમતાઝ મનસુરીના માર્ગદર્શન હેઠળ હાંસલ કરી છે. તેમનો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ પણ ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાંથી પૂર્ણ થયો હતો.
તેમની આ ઉપલબ્ધિ બદલ મનસુરી સમાજ સેવા મંડળ, પાટણ તેમજ મન્સુર હેલ્પીંગ હેન્ડ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ડૉ. રિયાની આ સફળતા પાટણ જિલ્લામાં માટે ગૌરવપૂર્ણ બની છે અને સમાજ માટે પ્રેરણારૂપ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ