પોરબંદરમાં બે રિક્ષા ચાલકો વચ્ચે મારામારી.
પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાવેલ્સને ગાયત્રી મંદિર પાસે લઇ જવા બાબતે હિરેન દુદાભાઈ ખૂંટી અને રાજેશ મગંલદાસ ઠક્કર નામના બે રીક્ષા ચાલકો વચ્ચે બબાલ થઈ છે જેમાં બંને પક્ષે સામસામે એક બીજાને ઢીકા પાટુનો માર માર્યો હો
પોરબંદરમાં બે રિક્ષા ચાલકો વચ્ચે મારામારી.


પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાવેલ્સને ગાયત્રી મંદિર પાસે લઇ જવા બાબતે હિરેન દુદાભાઈ ખૂંટી અને રાજેશ મગંલદાસ ઠક્કર નામના બે રીક્ષા ચાલકો વચ્ચે બબાલ થઈ છે જેમાં બંને પક્ષે સામસામે એક બીજાને ઢીકા પાટુનો માર માર્યો હોવાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં હિરેન દુદાભાઈ ખૂંટીએ એવી ફરિયાદ દાખલ કરાવી છે કે, તેઓને ટ્રાવેલ્સના મેનેજરનો ફોન આવતા તે સુગર એન્ડ સ્પાઈસ રેસ્ટોરન્ટ પાસે પહોંચ્યા હતા જ્યાં રાજેશ મંગલદાસ ઠક્કર પણ હાજર હતો.મેનેજરે બસ લઈ જવાની ના પાડતા રાજેશે ફરીયાદી હિરેન ખુંટીને ગાળો આપી હતી અને ત્યારબાદ તે રાજેશની રીક્ષા લઈ ગાયત્રી મંદિર પાસે પહોંચતા ત્યાં હિરેનના પિતા દુદાભાઈ પણ આવી ગયા હતા જ્યાં આ બંને વચ્ચે બોલાચાલી થતા રાજેશે પથ્થર વડે હિરેન અને તેના પિતા પર હુમલો કર્યો હતો જેમાં તેઓ ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓએ રાજેશ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તો બીજી તરફ રાજેશ ઠક્કરે એવી ફરિયાદ દાખલ કરાવી છે કે, તેઓ ત્રણ માઈલે હાજર હતા ત્યારે ત્યાં હિરેન અને તેનો એક સાથી બસ પાસે આવી મેનેજર સાથે વાત કરી બસને ગાયત્રી મંદિર પાસે લઇ જવાની વાત કરતા મેનેજરે ના પાડતા હિરેને રાજેશને ગાળો આપી હતી અને ત્યારબાદ બંને રાજેશની રીક્ષા લઇ ગાયત્રી મંદિર પહોંચ્યા હતા જ્યાં હિરેનના પિતા દુદાભાઈ પણ હાજર હતા જ્યાં બંને વચ્ચે ઝઘડો થતા હિરેન અને તેના પિતા દુદાભાઈએ પથ્થર વડે તેના પર હુમલો કરતા ફરિયાદી રાજેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી રાજેશે હિરેન અને તેના પિતા દુદાભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande