વલસાડના ચાવશાળા નજીક પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં આગ, મોટું નુકસાન
વલસાડ, 14 માર્ચ (હિ.સ.): કપરાડા તાલુકાના ચાવશાળા નજીક શુક્રવારની વહેલી સવારે એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ GJ-27-TT-9621 નંબરની ટ્રક પ્લાસ્ટિકના દાણા લઈને નાસિક તરફ જતી હતી. સવારે અંદાજે 4 વાગ્યાના સમયે ઘાટ ચઢતી વખ
Valsad


વલસાડ, 14 માર્ચ (હિ.સ.): કપરાડા તાલુકાના ચાવશાળા નજીક શુક્રવારની વહેલી સવારે એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ GJ-27-TT-9621 નંબરની ટ્રક પ્લાસ્ટિકના દાણા લઈને નાસિક તરફ જતી હતી. સવારે અંદાજે 4 વાગ્યાના સમયે ઘાટ ચઢતી વખતે ટ્રકમાંથી અચાનક આગની જ્વાળાઓ ઉઠી હતી.

આગ ઝડપથી ફેલાતા ટ્રકમાં ભરેલો મોટો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટા ઉડતા લોકોમાં થોડો સમય ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો પણ ત્યાં ભેગા થયા હતા.

ઘટનાની જાણ મળતા ધરમપુર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રક તથા માલને ભારે નુકસાન થયું છે, જ્યારે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ તકનિકી ખામીના કારણે આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande