સોમનાથ ખાતે જિલ્લાકક્ષાના 'પી.એમ.કિસાન ઉત્સવ દિવસ' તથા 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી થઈ '
ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.) પ્રભાસપાટણના રામમંદિર ઓડિટોરિયમ ખાતે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ” નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ તથા મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.અધ્યક્ષપદેથી સંબોધન કરતા પ્રદેશ બક્ષીપંચના અધ્યક્ષ માનસિંહભાઈ પરમારે જણાવ્યું
સોમનાથ ખાતે જિલ્લાકક્ષાના 'પી.એમ.કિસાન ઉત્સવ દિવસ


ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.) પ્રભાસપાટણના રામમંદિર ઓડિટોરિયમ ખાતે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ” નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ તથા મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.અધ્યક્ષપદેથી સંબોધન કરતા પ્રદેશ બક્ષીપંચના અધ્યક્ષ માનસિંહભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં પીએમ-કિસાન યોજના અંતર્ગત ૨૨માં હપ્તાના માધ્યમથી ભારતના ૯.૩૨ કરોડ ખેડૂતોના ખાતામાં ડી.બી.ટી મારફતે રૂ. ૧૮,૬૫૦ કરોડ જમા કરવામાં આવ્યાં છે. જે ખેડૂતો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ ભારતનું ભવિષ્ય છે. મનુષ્યનું શરીર સ્વસ્થ રહે એ માટે પ્રાકૃતિક ખેતીનું માનવજીવનમાં ખૂબ જ મહત્વ છે. આજે પણ પ્રાકૃતિક ખેતી વગર નહી ચાલે અને ભવિષ્યમાં પણ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે.

આજે એ સ્થિતિનું નિર્માણ થયું છે કે, રાસાયણિક ખાતરો અને રસાયણોના ઉપયોગથી હવે ગ્રામ્યવિસ્તારમાં પણ કેન્સરના દર્દીઓ વધતા જાય છે. રાજ્યપાલશ્રી દ્વારા પણ પ્રાકૃતિક ખેતી પર વિશેષરૂપે ભાર મૂકવામાં આવ્યો છે. આમ કહી તેમણે ઉપસ્થિત સર્વે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.

નાયબ ખેતી નિયામક પુષ્પકાંત સ્વર્ણકારે અન્નનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, બાજરો, જુવાર, મકાઈ અને રાગી, સામો જેવા શ્રી અન્ન જેવા પાક શરીરને ન્યૂટ્રીશન પૂરા પાડે છે. બાજરા-જુવારની ખેતી કરીને શુદ્ધ અન્ન આરોગીને પરદાદાઓ સ્વસ્થ રહેતાં હતાં. આ અન્નને પણ ખાતરરૂપી રસીકરણની જરૂર પડે છે. આ ખાતરરૂપી રસીકરણ પ્રાકૃતિક રીતે કરવું જરૂરી છે. આમ કહી એમણે પ્રાકૃતિક રીતે ખેતઉત્પાદન વધારવા માટે ખેડૂતોને અપીલ કરી હતી.

કૃષિ વૈજ્ઞાનિક હડિયલ દ્વારા પ્રાકૃતિક ખેતીની મહત્તા તેમજ આચ્છાદન સહિતના વિવિધ આયામો અને સેન્દ્રીય કાર્બનનું મહત્વ અને ભૂમિકા, ખેતીમાં અનિયમિત વરસાદ, અતિવૃષ્ટિ અને પાક ઉત્પાદન પર અસર, ખેતીમાં એગ્રો કેમિકલ અને તેનાથી થતાં નુકસાન, ખેડૂતોને પ્રાકૃતિક પાકોના ઉત્પાદન, ઉપયોગ અને તેના પ્રોત્સાહન અંગે માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી.

મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર સહાય યોજનાના હૂકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 'મિલેટ્સ સ્પર્ધા'માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક વિજેતા મહિલાઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૬,૯૯૨ ખેડૂતોને રૂ. ૨૫.૩૪ કરોડની ખેતીલક્ષી સહાય ચૂકવવામાં આવી હતી.

જિલ્લાકક્ષાના કાર્યક્રમ સાથે જ સૂત્રાપાડા, ઉના સહિત પાંચ તાલુકાકક્ષાના કાર્યક્રમ પણ યોજાયા હતાં. આ સિવાય જિલ્લાના તમામ ખેતી ઉત્પન્ન બજારો, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓ ખાતેથી ખેડૂતોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમનું જિવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આસામના ગુવાહાટી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પી.એમ.કિસાન સન્માનનિધિ યોજનાનો ૨૨મો હપ્તો રીલિઝ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના ૯.૩૨ કરોડ ખેડૂતોના ખાતામાં ડી.બી.ટી મારફતે રૂ. ૧૮,૬૫૦ કરોડ જમા કરવામાં આવ્યાં હતાં.

વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ આ અવસરે રજૂ કરવામાં આવ્યું હતું. કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને વીડિયોના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ તરફ કઈ રીતે અગ્રેસર બની શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર યોગેશ જોશી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, અગ્રણી સર્વ ડૉ.સંજયભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ઝાલા, પ્રદ્યુમનભાઈ ડોડિયા, દેવરાજભાઈ રાઠોડ, ભરતભાઈ બાકુ, નાયબ બાગાયત નિયામક કુલદિપ સોજીત્રા, ખેતીવાડી અધિકારી વિમલ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હરદિપસિંહ ગોહિલ સહિત વિસ્તરણ અધિકારીઓ, ગ્રામ સેવકઓ, કૃષિમિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande