મહાશિવરાત્રી પર્વે સોમનાથ મહાદેવની રૂ.25 વાળી બિલ્વપૂજા નોંધાવનારા 2 લાખ થી વધુ પરિવારોને ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ
ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.) : મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ માત્ર ₹25 માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હ
મહાશિવરાત્રી પર્વે સોમનાથ મહાદેવની 25₹ વાળી બિલ્વપૂજા


ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.) : મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ માત્ર ₹25 માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી જે છેલ્લા 3 વર્ષથી ભક્તોમાં વિશેષ પ્રિય બની છે. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી છે, જેમા દેશ ભરના 16 લાખથી વધુ ભક્ત પરિવારોએ આજસુધી આ પૂજામાં ભાગ લીધો, જે એક અનોખો વિક્રમ છે.

જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી, ગુજરાતથી લઈને મણીપુર અરુણાચલ પ્રદેશ, અને આંદામાન નિકોબાર ટાપુ સુધી દેશભરમાંથી ભક્તોએ વિશેષ બિલ્વપૂજાને અદ્ભુત પ્રતિસાદ આપ્યો છે.

ભક્તો માટે આ પવિત્ર સેવાના પ્રસાદ તરીકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્ર નમન ભક્તોના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

મહાશિવરાત્રી 2026માં પૂજા નોંધાવનાર ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ વિભાગ મારફત આ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાયો છે જેથી દેશની 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફત આ પ્રસાદ દેશભરના ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. આજરોજ સોમનાથ મંદિર ખાતેથી પ્રથમ કવરોનો સમૂહ જેમાં 15 હજાર જેટલા કવરોનુ પ્રસ્થાન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કરવામાં આવ્યું.

પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયેલ જેમા સુપ્રિટેન્ડન્ટ પોસ્ટ દ્વારા એ આ કવરો સ્વિકારી આ સેવાની શુભ શરૂઆત કરી હતી. સાથે જ ભક્તોને તેઓનો પ્રસાદ સલામત અને સુરક્ષીત રીતે પહોચશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande