
જૂનાગઢ, 14 માર્ચ (હિ.સ.) નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નવીદિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જૂનાગઢ દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લા માં તારીખ ૧૪.૦૩.૨૬ ના રોજ જિલ્લા ન્યાયાધીશ બી જી દવે ના વડપણ હેઠળ નેશનલ લોક અદાલત નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં મોટર અકસ્માત, બેંક લેના લગ્ન સબંધી, સામાન્ય મારા મારી જેવા મળી લોક અદાલત, સ્પેશિયલ siting તેમજ પ્રિ લીટીગેશન કેસો મળી કુલ ૩૦૩૧ કેસો નો નિકાલ કરવા માં આવ્યો હતો. સવાર થી જ પક્ષકારો તેમજ વકીલો માં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર લોક અદાલત ને સફળ બનાવવા માટે જિલ્લા જજ દવે તથા સચિવ ચંદનાની એ વકીલો પક્ષકારો નો આભાર માન્યો હતો...
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ