વિસનગરના હત્યા કેસમાં 2 વર્ષથી ફરાર આરોપી રાજકોટમાંથી ઝડપાયો
મહેસાણા, 14 માર્ચ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા કેસમાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપીને મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે રાજકોટમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્
વિસનગરના હત્યા કેસમાં 2 વર્ષથી ફરાર આરોપી રાજકોટમાંથી ઝડપાયો


મહેસાણા, 14 માર્ચ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા કેસમાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપીને મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે રાજકોટમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સૂત્રો મુજબ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 302 અને 506(2) હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી મહેન્દ્ર મોતીલાલ પારંગી, રહે. ખુંટાલાલ પારંગી, તા. આનંદપુરી, જી. બાસવાડા (રાજસ્થાન) છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. આ આરોપીને ઝડપી પાડવા માટે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ/ફર્લો સ્કોડની ટીમે ખાસ કામગીરી હાથ ધરી હતી.

ટેક્નિકલ અને હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ રાજકોટ ખાતે રૈયા રોડ વિસ્તારમાં વોચ રાખી હતી. દરમિયાન નાણાવટી સર્કલ નજીક મોમાઈ પાન પાર્લર સામે શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપીને પોલીસએ કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતે વિસનગરના હત્યા કેસમાં ફરાર હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપીને કાયદેસર કાર્યવાહી કરીને વિસનગર શહેર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ કામગીરીમાં PSI બી.ડી. વાધેલા, ASI ચેતનકુમાર, ASI જયદીપસિંહ, PC યુવરાજસિંહ અને PC હિતેષકુમાર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande