પાટણ નગરપાલિકાના સભ્યોને વિદાય સમારોહમાં સન્માન
પાટણ, 14 માર્ચ (હિ.સ.)પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા 44 સભ્યો અને વર્તમાન બોર્ડનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકા સંકુલ ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિત પાલિકાના કર્મચારીઓએ પ્રમુખ હિરલ પરમાર અને અન્ય પદાધિકારીઓ
પાટણ નગરપાલિકાના સભ્યોને વિદાય સમારોહમાં સન્માન


પાટણ, 14 માર્ચ (હિ.સ.)પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા 44 સભ્યો અને વર્તમાન બોર્ડનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકા સંકુલ ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિત પાલિકાના કર્મચારીઓએ પ્રમુખ હિરલ પરમાર અને અન્ય પદાધિકારીઓનું શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓએ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન મળેલા સહયોગ બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમયગાળામાં 44 સભ્યોએ પોતાના વિસ્તારોમાં વિકાસના વિવિધ કામો કર્યા હતા અને રાજ્ય સરકારની ગ્રાન્ટોથી શહેરના માળખાગત વિકાસને પણ વેગ મળ્યો હતો.

ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે તેમની 17 વર્ષની કારકિર્દીમાં પાટણ નગરપાલિકાનો અનુભવ મિશ્ર રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં સભ્યો સાથે આત્મીયતા કેળવાઈ હોવાનું જણાવતાં તેમણે દેવચંદ ઉર્ફે દેવકાભાઈ અને જયેશભાઈની કામગીરીની પ્રશંસા કરી હતી.

તેમણે વહીવટી કામગીરી દરમિયાન કેટલીક વખત કામમાં અવરોધો ઉભા થવાની પણ નોંધ લીધી હતી. જોકે, સભ્યોના સહયોગથી ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. નગરપાલિકાની મુદત પૂર્ણ થતા હવે શહેરમાં આગામી સામાન્ય ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો શરૂ થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande