સિદ્ધપુરમાં મોબાઈલ એપ પર જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા.
પાટણ, 14 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના માધુપાવડીયા ઘાટ પાસે મોબાઈલ એપ દ્વારા જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને ‘લુડો કિંગ’ એપ્લિકેશનમાં કુકરીઓની પદ્ધતિથી હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા. બાતમીના આધારે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના જવાનોએ દરોડો
સિદ્ધપુરમાં મોબાઈલ એપ પર જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા.


પાટણ, 14 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના માધુપાવડીયા ઘાટ પાસે મોબાઈલ એપ દ્વારા જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને ‘લુડો કિંગ’ એપ્લિકેશનમાં કુકરીઓની પદ્ધતિથી હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા.

બાતમીના આધારે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના જવાનોએ દરોડો પાડી નરેશકુમાર શીવરામભાઈ રાજગોર અને તુષાર પ્રકાશકુમાર કંદોઈને રંગેહાથ પકડી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી કુલ ₹5,160નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹5,000ની કિંમતનો Vivo Y-73 મોબાઈલ ફોન અને ₹160ની રોકડ રકમનો સમાવેશ થાય છે. બંને સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ નિકિતાબેન ઘેમરભાઈ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande