વર્ષ 2026-27માં ગ્રામ વિકાસ વિભાગનું 5479કરોડનું ઐતિહાસિક બજેટ, ગ્રામીણ વિકાસને મળશે નવી ગતિ
ગાંધીનગર, 14 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ગ્રામ વિકાસ વિભાગનું કુલ 5479 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષના 4700 કરોડના બજેટની તુલનામાં આ વખતે 779 કરોડનો માતબર વધારો સૂચવે
વર્ષ 2026-27માં ગ્રામ વિકાસ વિભાગનું 5479 કરોડનું ઐતિહાસિક બજેટ,ગ્રામીણ વિકાસને મળશે નવી ગતિ


ગાંધીનગર, 14 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ગ્રામ વિકાસ વિભાગનું કુલ 5479 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષના 4700 કરોડના બજેટની તુલનામાં આ વખતે 779 કરોડનો માતબર વધારો સૂચવે છે કે સરકાર ગ્રામીણ માળખાકીય સુવિધાઓ અને આજીવિકાના સાધનો મજબૂત કરવા માટે કટિબદ્ધ છે, તેમ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ગ્રામ વિકાસ વિભાગના વર્ષ 2026-27ના બજેટના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે.

આ યોજના હેઠળ કુલ 1755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.રૂફ કાસ્ટ લેવલ પર આશરે 18000 લાભાર્થીઓને વધારાની 50000ની સહાય માટે 90 કરોડની જોગવાઈ છે.આદિજાતિ લાભાર્થીને 2,72,820 અને બિન-આદિજાતિ લાભાર્થીને 2,32,920ની સહાય મળવાપાત્ર છે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ):

આ યોજના અંતર્ગત વર્ષ 2026-27 માટે 737.91 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગામડાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે 'પ્રવાહી કચરા વ્યવસ્થાપન પ્રણાલી' અંતર્ગત 50 કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે.રાજ્યના 400 ગામોમાં એન્ડ ડ્રેન ટ્રીટમેન્ટ (End Drain Treatment) ની કામગીરી હાથ ધરવામાં આવશે.

VB-GRAM-G યોજના (મનરેગા)

આ યોજના માટે 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.મનરેગા હેઠળ મળતી 100 દિવસની રોજગારીના બદલે હવે 125 દિવસની સશ્રમ સવેતન રોજગારીની ગેરંટી આપવામાં આવશે.જો નિર્ધારિત સમયમાં રોજગાર ન મળે, તો બેરોજગારી ભથ્થું ચૂકવવાની પણ જોગવાઈ છે.

આ પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, ગ્રામ વિકાસ સચિવ ધનંજય દ્વિવેદી, શ્રમ, રોજગાર, કૌશલ્ય વિકાસ સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande